વનવિભાગે રેસ્ક્યુ કરી દિપડાના બચ્ચાને કુવામાંથી બહાર કાઢ્યું
Live TV
-
ઈણાજ ગામના લોકો દીપડાની રંજાડ અંગે વન વિભાગને વારંવાર લેખિત-મૌખિક ફરિયાદ કરી ચૂક્યા છે. દિપડાનું બચ્ચું કૂવામાં પડી જતાં ગામ લોકોએ ફરી આક્રોશ ઠાલવ્યો હતો.
વેરાવળ તાલુકાના ઈણાજ ગામે વાડીના ખુલ્લા કુવામાં દીપડાનું બચ્ચું પડી ગયા પછી ,વન વિભાગે બચાવ કામગીરી હાથ ધરીને તેને બચાવી લીધો છે. વાડીના માલિકે વન વિભાગને જાણ કરતાં દિપડાના બચ્ચાને કૂવામાંથી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું.
હાલમાં દીપડાના આ બચ્ચાને ,અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યું છે. ઈણાજ ગામના લોકો દીપડાની રંજાડ અંગે વન વિભાગને વારંવાર લેખિત-મૌખિક ફરિયાદ કરી ચૂક્યા છે. દિપડાનું બચ્ચું કૂવામાં પડી જતાં ગામ લોકોએ ફરી આક્રોશ ઠાલવ્યો હતો.
