Skip to main content
Settings Settings for Dark

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 130 થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓએ આપી હાજરી

Live TV

X
  • ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

    આ અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓને તેમણે ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. વાઇબ્રન્ટ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ અને અનુભવો વહેંચવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. વાઇબ્રન્ટ સમિટમાં યુએઈના રાષ્ટ્રપ્રમુખ શ્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના નેતૃત્વ હેઠળ યુએઈના સહયોગી થવા અંગે આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સમિટના મુખ્ય મહેમાનપદે યુએઈના રાષ્ટ્રપ્રમુખની ઉપસ્થિતિ બંને દેશો વચ્ચે દિન-પ્રતિદિન મજબૂત બનતા આત્મીય સંબંધોનું પ્રતીક છે. મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલિપે ન્યુસીને સમિટમાં આવકારતા તેમણે ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોની ચર્ચા કરી હતી. 

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ના સહભાગી ‌૩૪ પાર્ટનર કંટ્રી ઔર ૧૬ પાર્ટનર ઑર્ગનાઇઝેશન્સના પ્રતિનિધિઓ તથા ૧૩૦થી વધુ દેશોંના ડેલિગેટ્સ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ કોમ્યુનિટીના ચેયર પરસન્સ, સી.ઈ.ઓ.ઝ તથા સિનિયર રિપ્રેઝેન્ટેટિવ્ઝની સહભાગીતા થી સમિટની સફળતાની અપેક્ષા દર્શાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply