Skip to main content
Settings Settings for Dark

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સમી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા દેશ વિદેશના પ્રતિનિધિઓ તથા મહેમાનો પધાર્યા છે.

    આ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સમી સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ પર ગરબા સહિતના નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

    દેશ-વિદેશના મહેમાનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે નાણાંમંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મૂળુ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા તથા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply