Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બાળ દિન: ગુજરાત યુનિવર્સિટી ખાતે 'વિકસિત ગુજરાત @ 2047 માટે બાળ અવાજ' કાર્યક્રમ

Live TV

X
  • વિશ્વ બાળ દિન (World Children's Day) નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે આજે,20 નવેમ્બરના રોજ, 'વિકસિત ગુજરાત @ 2047 માટે બાળ અવાજ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમ યુનિસેફ ઇન્ડિયા, એલિક્સિર ફાઉન્ડેશન અને અમદાવાદ સિટી પોલીસના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના સંયુક્ત ઉપક્રમે 'માય ડે, માય રાઇટ્સ' થીમ હેઠળ યોજાયો હતો.શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ આ પ્રસંગે હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ આવતીકાલે વટવૃક્ષ બનીને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરશે.

    આ માટે બાળકોના વિચારોને બહાર લાવવા 'મોક પાર્લામેન્ટ' જેવા કાર્યક્રમોને તેમણે મહત્ત્વના ગણાવ્યા હતા.મંત્રીએ બાળકોને તેમના સપનાઓ સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું.કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોને તેમના અધિકારો, જવાબદારીઓ અને સિવિક એન્ગેજમેન્ટ અંગે જાગૃત કરવાનો હતો, જે અંતર્ગત મોક પાર્લામેન્ટ અને વિવિધ સંવાદ સત્રો યોજાયા હતા.એડિશનલ કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) વિધિ ચૌધરીએ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) કાર્યક્રમ દ્વારા ભવિષ્યના જવાબદાર નાગરિકો તૈયાર કરવા પર ભાર મૂક્યો.

    યુનિસેફ ઇન્ડિયાના ચીફ સોલેડૅડ હેરેરોએ બાળકોને ચેન્જ મેકર્સ ગણાવતાં બાળકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેમને વિકાસ માટે જરૂરી તમામ સંસાધનો પૂરાં પાડવા પર ભાર મૂક્યો.એસપીસીના નોડલ અધિકારી  નરેશ કણઝરિયાએ માહિતી આપી કે આ કાર્યક્રમમાં 1105 શાળાઓ જોડાયેલી છે અને બાળકોને સુરક્ષા, અધિકારો, જીવનમૂલ્યો, જાતીય સતામણી અટકાવવા, અને જેન્ડર ઇક્વાલિટી સહિતનું માર્ગદર્શન આપવામાં આવે છે.આ કાર્યક્રમમાં યુનિસેફ, પોલીસકર્મીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply