Skip to main content
Settings Settings for Dark

સાણંદમાં માઈક્રોનની મુખ્ય સપ્લાય ચેઈન પાર્ટનર કંપની 'હોતાયી ઈલેક્ટ્રોનિક્સ' 700 કરોડનું કરશે રોકાણ

Live TV

X
  • દેશને વૈશ્વિક સેમિકન્ડક્ટર પાવરહાઉસ બનાવવાના પ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક મક્કમ ડગલું ભર્યું છે.

    રાજ્યના સાણંદ GIDC ખાતે મલેશિયા સ્થિત અગ્રણી કંપની હોતાયી (Hotayi) ઈલેક્ટ્રોનિક્સ દ્વારા એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે આ કંપનીને ઓફર કમ એલોટમેન્ટ (OCA) પત્ર એનાયત કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત હોતાયી કંપની આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડનું રોકાણ કરશે. તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સાણંદ-II GIDC ખાતે 5 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ ફેસિલિટીમાં અત્યાધુનિક DRAM મેમરી મોડ્યુલ્સ, સોલિડ-સ્ટેટ ડ્રાઇવ્સ (SSDs), સર્વર અને ડેટા સેન્ટર મેમરી મોડ્યુલ્સ તેમજ ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ (LED લાઈટિંગ અને ઈન્ફોટેનમેન્ટ મોડ્યુલ્સ) નું ઉત્પાદન કરવામાં આવશે. હોતાયી ઈલેક્ટ્રોનિક્સ એ વૈશ્વિક સેમિકન્ડક્ટર દિગ્ગજ કંપની માઈક્રોન (Micron) ની મુખ્ય સપ્લાય ચેઈન પાર્ટનર છે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તકે જણાવ્યું કે, આ રોકાણથી રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને AI-સંચાલિત ઓટોમેશન ટેકનોલોજીના ઉપયોગથી સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ પ્રગતિ થશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. ગુજરાત પોતાની શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને ઉદ્યોગ સાનુકૂળ નીતિઓને કારણે વૈશ્વિક ટેક કંપનીઓ માટે ફર્સ્ટ ચોઈસ ડેસ્ટિનેશન બની રહ્યું છે. હોતાયીનું આ રોકાણ 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને નવી ગતિ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply