સાપુતારા ખાતે વેકેશન ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં ઉમટ્યાં પ્રવાસીઓ
Live TV
-
સાપુતારા ખાતે હાલ વેકેશન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ફેસ્ટીવલમાં હેન્ડીક્રાફ્ટની ચીજ વસ્તુઓને કારણે સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે. આજે રવિવારની રજા હોવાથી ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યાં છે.
સાપુતારામાં ઉજવાતા વિવિધ ફેસ્ટિવલને પરિણામે સ્થાનિક આદિવાસી સમુદાયની પરંપરાઓ, નૃત્ય, સંગીત અને હસ્તકલાને પ્રોત્સાહન મળી રહ્યું છે. સાથે જ હોટલ અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિકો, વેપારીઓ અને કલાકારોને રોજગારીની તકો મળી રહી છે.
