Skip to main content
Settings Settings for Dark

'સિરામિક: પ્લેસિંગ ગુજરાત ઓન ગ્લોબલ મેપ' અંગે રાજકોટમાં પ્રથમ પ્રિ-સમિટ કાર્યક્રમ યોજાશે

Live TV

X
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે આવતીકાલે રાજકોટ ખાતે પ્રિ-સમિટ કાર્યક્રમ 'સિરામિક:પ્લેસિંગ ગુજરાત ઓન ધ ગ્લોબલ મેપ'નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એકસાથે લાવવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને એક્સપ્લોર કરવાનો છે. સિરામિક અંગેના આ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ચર્ચાઓને પ્રાધાન્ય આપવામાં આવશે જેમાં થીમ 1ની વાત કરીએ સિરામિક આઉટલુક: ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ વે ફોરવર્ડ, થીમ 2: એડવાન્સ્ડ સિરામિક: ન્યુ એજ એપ્લિકેશન્સ એન્ડ ફ્યુચર પોટેન્શિયલ, થીમ 3: ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી અને થીમ 4: ડેવલપિંગ ફ્યુચર-રેડી વર્કફોર્સ ઇન એન્જનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી. મોરબી ખાતે નિર્માણ થનારા સિરામિક પાર્ક અંગે એક શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, ઇનોવેટર્સ અને શિક્ષણવિદો સહિતના પ્રતિષ્ઠિત હિતધારકો ચર્ચા કરશે

    રાજ્ય સરકાર સિરામિક, શિક્ષણ, બાયોટેક્નોલોજી, એડવેન્ચર ટુરિઝમ, હેલ્થકેર અને લાઈફ સાયન્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રી-સમિટ સેમિનાર અને કાર્યક્રમોની એક શ્રૃંખલાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ નીતિ સુસંગતતા અને અસરકારક ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશનને સુનિશ્ચિત કરીને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે VGGSને પ્રદર્શિત કરવાનો છે. આ શ્રૃંખલાનો પ્રથમ કાર્યક્રમ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ પર છે. મહત્વનું છે કે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 50,000 કરોડ છે અને વાર્ષિક નિકાસ લગભગ રૂપિયા 15,000 કરોડની છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply