સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગના સેમિનારમાં કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રીએ આપી હાજરી
Live TV
-
GSTને લગતી સમસ્યાઓ હવે સરળ થઈ રહી છે-અજય ટમટા
કેન્દ્રના કાપડ રાજ્ય મંત્રી અજય ટમટા દ્વારા ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સના GFRRC વિંગ દ્વારા ટેકસટાઇલ ઉદ્યોગને લઈને યોજાયેલા સેમિનારમાં હાજરી આપી હતી. જેમાં કેન્દ્રિય મંત્રી અજય ટમટાએ જણાવ્યું હતું કે ટેકસટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ટેકસટાઇલ મંત્રાલય સતત વિચારતી રહે છે. GSTને લગતી સમસ્યાઓ હવે સરળ થઈ રહી છે. ટેક્સટાઇલના દરેક સેક્ટરના લોકોને રાહત આપવામાં આવી છે. GSTની ટેક્નિકલ સમસ્યાઓ પણ સોલ્વ થઈ રહી છે. GST એક પારદર્શક અને શ્રેષ્ઠ નિયમ છે. આવતા વર્ષે આ જ બધાં ઉદ્યોગકારો જીએસટીની પ્રશંસા કરતા થાકશે નહીં