સુરત અને રાજકોટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
Live TV
-
સુરત અને રાજકોટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. સુરતના અડાજણ રિવરફન્ટ ગ્રાઉન્ડ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે.
દેશ-વિદેશના 97 પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવનું ઉદ્દધાટન મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવશે.સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી પતંગ રસિકો જોડાશે. આ પતંગ મહોત્સવમાં ગુજરાત પ્રવાસન નિગમ લિ. અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના એક અને વડોદરાના 5 અને ભરૂચના એક મળી કુલ 97 પતંગબાજો ભાગ લેશે
