સુરત જિલ્લામાં નવા 257 કેસની સાથે રાજ્યમાં નવા 1280 કેસ નોંધાયા
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1280 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1025 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 80.66 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,782 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં આજે 66,363 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસનો આંકડો 96,435 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15,631 છે, જેમાંથી 79 વેન્ટિલેટર પર છે અને 15,552 સ્ટેબલ છે. રાજયમાં નવા 14 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3022 પર પહોંચ્યો છે.
સુરત જિલ્લામાં 257, અમદાવાદ જિલ્લામાં નવા 173 કેસ, વડોદરા જિલ્લામાં નવા 128 કેસ તો રાજકોટ જિલ્લામાં નવા 118 કેસ નોંધાયા છે.
