સુરત શહેર પોલીસના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું ભવ્ય આયોજન, દિવ્યાંગ તેમજ વૃઘ્ઘાશ્રમનાં લોકો પણ ગરબે રમશે
Live TV
-
સુરત શહેર પોલીસના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું ભવ્ય આયોજન, દિવ્યાંગ તેમજ વૃઘ્ઘાશ્રમનાં લોકો પણ ગરબે રમશે
હાલ ગુજરાત સહિત દેશભર નવરાત્રિના તાલમાં ઘુમી રહ્યું છે. દરેક શહેરમાં ઠેર-ઠેર ગરબા પ્રેમીઓ માટે અવનવા ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ પણ સુરક્ષાને ધ્યાને લઈ તમામ જરૂરી પગલાંઓ લઈ રહી છે. જોકે સુરત શહેર પોલીસે શહેરના લોકો માટે નિશુલ્ક ગરબા રમવાની વ્યવસ્થા કરી છે. સુરત શહેર પોલીસના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં શહેરના તમામ લોકો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર ગરબાની રમઝટ માણી શકે છે. સુરત શહેર પોલીસે સામાન્ય લોકોની સાથે સાથે, દિવ્યાંગ, વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોને પણ અહીં ગરબા રમવા માટે આમંત્રિત કર્યા છે. સુરત શહેર પોલીસના અધિકારીઓનું કહેવું છે કે પોલીસની જવાબદારી શહેરના નાગરિકોની સુરક્ષાની તો છે જ આ સાથે કાયદો અને વ્યવસ્થાની કામગીરી પણ પોલીસ બખૂબી નિભાવી રહી છે. ત્યારે લોકો અને પોલીસ વચ્ચે સુમેર મળ્યું વાતાવરણ રહે તે ઉદ્દેશથી અમે નવરાત્રિનું આયોજન કર્યું છે. સમગ્ર શહેરમાં જ્યાં જ્યાં પણ નવરાત્રી ના મોટા આયોજનો કરવામાં આવ્યા છે ત્યાં સુરત શહેર પોલીસની સી ટીમ પણ ફરજ બજાવી રહી છે. જેમાં એક પોલીસ કર્મચારી નવરાત્રિના કપડા પહેરીને ગરબા રમે છે અને આસપાસના લોકોની ઉપર નજર પણ રાખે છે જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને.
