Skip to main content
Settings Settings for Dark

સોલા સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી ઉત્તરપ્રદેશની દીકરીનું પિતા સાથે થયું ભાવુક મિલન

Live TV

X
  • અમદાવાદના વ્યસ્ત વિસ્તારમાં જ્યારે ઉત્તર પ્રદેશની એક અજાણી યુવતી રસ્તો ભટકીને આવી ચડી, ત્યારે તેની પાસે ન તો કોઈ ઓળખ હતી, ન તો વ્યક્ત કરવા માટે શબ્દો! 

    ગત 30 માર્ચ, 2026ના રોજ 181 મહિલા હેલ્પલાઈન દ્વારા આ 18 વર્ષીય યુવતી આયશા(નામ બદલેલું છે.)ને સોલા સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે આશ્રય માટે લાવવામાં આવી હતી. શરૂઆતમાં આયશા એટલી ડરેલી હતી કે કાઉન્સેલિંગના અનેક પ્રયત્નો છતાં તે કંઈ પણ બોલવા તૈયાર નહોતી. તેની આંખોમાં અજાણ્યા શહેરનો ભય અને મનમાં ઉંડી વેદના સ્પષ્ટ દેખાતી હતી.મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ આ કપરી પરિસ્થિતિમાં આયશાને એક પરિવાર જેવો સ્નેહ આપવાનું નક્કી કર્યું. સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે આયશા માટે ઘર જેવો જ માહોલ ઉભો કર્યો અને તેની સાથે સતત સંવાદ સાધતા રહ્યા. 

    ધીમે-ધીમે પ્રેમ અને વિશ્વાસની અસર થઈ અને આયશાએ મૌન તોડીને તેના જીજાજીનો મોબાઈલ નંબર આપ્યો. આ એક નાનકડી માહિતી વિખુટા પડેલા પરિવારને ફરી જોડવા માટેની સૌથી મોટી કડી સાબિત થઈ.આયશાના સંબંધીનો નંબર મળતા જ સોલા સખી વન સ્ટોપ સેન્ટર ટીમ દ્વારા તત્કાલિક તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો અને ટૂંક જ સમયમાં આયશાના પિતા, ભાઈ અને જીજાજી ઉત્તરપ્રદેશના અમેઠીથી દોડીને અમદાવાદ આવી પહોંચ્યા. આયશાના પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું કે આયશા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી રસ્તો ભટકી ગઈ હતી. પોતાની દીકરીને અજાણ્યા રાજ્યમાં સુરક્ષિત અને સલામત જોઈને પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ ગુજરાત સરકારની આ સંસ્થા અને ત્યાંના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ ઘટના સખી વન સ્ટોપ સેન્ટરની અનિવાર્યતા અને તેમની સંવેદનશીલ કાર્યપ્રણાલીને ઉજાગર કરે છે. મુશ્કેલીમાં મુકાયેલી કે હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે આ કેન્દ્ર માત્ર આશ્રયસ્થાન જ નહીં, પરંતુ સુરક્ષા અને આત્મવિશ્વાસનું પ્રતીક બની રહ્યું છે. કાયદાકીય મદદથી લઈને મનોવૈજ્ઞાનિક સહકાર અને પુનઃ સ્થાપન સુધીની તમામ સેવાઓ પૂરી પાડીને આ કેન્દ્ર સાચા અર્થમાં મહિલાઓની 'સખી' બનીને ઉભરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply