Skip to main content
Settings Settings for Dark

'હર ઘર સ્વદેશી': ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન, 7 મહિનામાં 17.52 કરોડથી વધુનું વેચાણ

Live TV

X
  • પ્રધાનમંત્રી ના 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનને આગળ ધપાવતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના હાથશાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

    રાજ્ય સરકારના ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ (GHHDC) અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર 2025(છેલ્લા 7 મહિનામાં) દરમિયાન નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે:કુલ વેચાણ: ₹17.52  કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ થયું.'ગરવી ગુર્જરી' એમ્પોરિયમ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું.આ વેચાણમાં સરકારી કચેરીઓના ગિફ્ટ હેમ્પર અને સુશોભન કામગીરીનો પણ સમાવેશ થાય છે.આ સિદ્ધિ **'આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત'**ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

    કુટિર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં સ્થાનિક કારીગરોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે હેતુથી નિગમ કાર્યરત છે:નિગમના તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો (TCPC) મારફત કારીગરોને ₹1303.22 લાખના સ્વદેશી વસ્તુઓના ખરીદ ઓર્ડર આપવામાં આવ્યા.આ વેચાણ અને પ્રોત્સાહન દ્વારા રાજ્યભરના 7000 થી વધુ હાથશાળ અને હસ્તકલા કારીગરોને રોજગારી આપવામાં આવી છે.નિગમ દ્વારા 'સ્વદેશી અપનાવો'ના ભાવને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. રેડીયો ઇન્ટરવ્યુ, આઉટડોર એડવર્ટાઇઝિંગ માટે હોર્ડીગ્સ, અને મુખ્ય રેલ્વે સ્ટેશનો પર જાહેરાત બોર્ડનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારની 'વોકલ ફોર લોકલ' પહેલને વધુ બળ મળી રહ્યું છે.

    વધુમાં, કારીગરોના કૌશલ્યને બજારની જરૂરિયાત મુજબ વિકસાવવા માટે ગરવી ગુર્જરી દ્વારા ડિઝાઇન વર્કશોપ, તાલીમ, માર્કેટ ટ્રેન્ડ ડેવલપમેન્ટ સેશન અને સ્પેશિયલ ડિઝાઇન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, સાળંગપુર, લિબંડી, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, એકતાનગર અને રાજકોટ.રાજ્ય બહારના આઉટલેટ્સ: દિલ્હી, હૈદરાબાદ, અને કોલકાતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply