Skip to main content
Settings Settings for Dark

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અત્યારસુધીમાં ગુજરાતમાં 18,485 કરોડના MoU સંપન્ન

Live TV

X
  • રાજ્ય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024 યોજાનાર 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024'ની ભવ્ય સફળતા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત દર અઠવાડિયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતમાં અનેક MoU કરવામાં આવી રહ્યા છે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 18,485 કરોડના MoU સંપન્ન થયા છે. જે રાજ્યમાં 65,032થી વધુ રોજગારીના અવસર પ્રદાન કરશે.
     વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અત્યારસુધીમાં થયેલા MoUના 71 ટકા અને વર્ષ 2019માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં થયેલા MoUના 81 ટકા ગ્રાઉન્ડ લેવલે સફળ રહ્યા છે. 
    વધુમાં તેમણે જણાવ્યું કે આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ દરમિયાન એક લાખથી પણ વધુ MoU કરવામાં આવ્યા છે. 

    આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષના વાઇબ્રન્ટમાં MoU Plus પદ્ધતિ અનુસરવામાં આવી છે. જેના પરિણામે MoU સફળતાનો રેશિયો પણ વધીને 90 ટકા જેટલો રહેવાનું અનુમાન છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 27 જિલ્લાઓમાં આ કાર્યક્રમ આયોજિત થઈ ચૂક્યા છે, જેમાં 22 હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમો દરમિયાન રૂ. 39.503 કરોડના MoU કરવામાં આવ્યા છે, જેના થકી રાજ્યમાં 1,50,815થી વધુ રોજગારીની તકો ઉભી થશે. 17 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા 'વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ અમદાવાદ' કાર્યક્રમ દરમિયાન રૂ. 12,752 કરોડના 484 MoU થયા છે

    વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, 10મી વાઇબ્રન્ટના ઉપલક્ષ્યમાં 'વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે. MoUને રાજ્ય કક્ષા સુધી જ સીમિત ન રાખતા જિલ્લા સ્તરે પણ રોકાણકારોને સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડ્રસ્ટ્રીઝ, નાના રોકાણકારોને સહભાગી બનાવવા અને તેમની સ્કીલને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમીટ એ માત્ર બે કે ત્રણ દિવસની ઇવેન્ટ હોઇ શકે, પરંતુ તેના સંદર્ભે થતા MoU, રોકાણ, ઉદ્યોગો સ્થાપવાની મંજૂરી સહિતની પ્રક્રિયા અવિરત ચાલતી જ રહે છે. આ વર્ષે વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે ગુજરાત રીન્યુએબલ એનર્જી પોલીસી, સેમીકન્ડકટર પોલીસી, ટેક્સટાઇલ અને આઇ.ટી. પોલીસી, ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લોન્ચ કરવામાં આવી છે.

    10મી વાઇબ્રન્ટ સમિટના સંદર્ભે દેશના અન્ય રાજ્યો રોકાણકારોને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે આકર્ષવા રોડ-શો સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં દિલ્લી અને મુંબઈ તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં ચંદીગઢ ખાતે રોડ શો યોજાયો હતો. આગામી સમયમાં પણ કોલકાતા, ચેન્નાઇ, લખનઉ, બેંગલોર અને ગુવાહાટી ખાતે રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં રોડ શો યોજાશે. આ ઉપરાંત જયપુર, ઇંદોર અને હૈદરાબાદ ખાતે પણ વાઇબ્રન્ટ સંદર્ભે રોડ શો આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએથી વિદેશી રોકાણ-રોકાણકારોને આકર્ષવા માટે જાપાન, જર્મની, ઈટલી, ડેનમાર્ક, અમેરિકા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, યુએઇ, સાઉથ કોરિયા અને વિયેતનામ ખાતે પણ રાજ્યના વિવિધ સચિવોની ઉપસ્થિતિમાં રોડ શો યોજવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply