Skip to main content
Settings Settings for Dark

2035 સુધીમાં સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનમાં ગુજરાત યોગદાન આપવા સજ્જ

Live TV

X
  • ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ઇન-સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા છે.  આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના બોપલમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી ઇન-સ્પેસ સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવાની છે.  સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.

    આ ખાસ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે. 
    મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-૩ની સફળતા પછી ભારતને અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુસર પ્રધાનમંત્રીએ 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહીં, ચંદ્રયાન મિશન્‍સની વધુ શૃંખલા, નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટ, નવા લોન્ચપેડ નિર્માણ જેવી પહેલ માટે પણ પ્રેરણા આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply