Skip to main content
Settings Settings for Dark

35 લાખથી વધુ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ

Live TV

X
  • 35 લાખથી વધુ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ

    સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય, ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ, આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ‘ભારત ટેક્સી’.આ માત્ર એક રાઇડ-હેલિંગ ઍપ નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરતું એક અનોખું અભિયાન છે.

    આજે તે 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઑપરેટિવ (સહકારી સંસ્થા) તરીકે ઊભરી આવી છે. 5 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ પહેલ ટેક્નોલૉજી અને માનવીય ગરિમાના સંગમનું વૈશ્વિક ઉદાહરણ બની રહી છે.

    કમીશનનો ‘ખેલ’ ખતમ, હવે ડ્રાઇવર્સ જ માલિક

    મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ખાનગી કંપનીઓ દ્વારા લેવાતા ભારે કમિશન અને અનિશ્ચિત આવક ડ્રાઇવરો માટે સૌથી મોટી મુશ્કેલી રહી છે. પરંતુ ‘ભારત ટેક્સી’એ આ જૂની પેટર્નને મૂળમાંથી બદલી નાખી છે. અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઇવર્સ જ આ કોઓપરેટિવના માલિક (સ્ટેકહોલ્ડર્સ) છે.

    આ પ્લેટફોર્મમાં જોડાયા પછી, એક સરેરાશ ડ્રાઇવરની માસિક આવકમાં 25% થી 30% નો વધારો નોંધાયો છે. ભારત ટેક્સીના ચૅરમૅન અને અમૂલના એમડી જયેન મહેતાએ જણાવ્યું કે, "ભારત ટેક્સીએ ડ્રાઇવર-ઓન્ડ મૉડલને વાસ્તવિકતા બનાવીને એ સુનિશ્ચિત કર્યું છે કે, રાઇડની 100% કમાણી કોઈપણ કપાત વિના સીધી ડ્રાઇવરો સુધી પહોંચે. અન્ય કંપનીઓ સાથે કામ કરતા ડ્રાઇવર પ્રવીણ ઠાકોરે જણાવ્યું કે, "અન્ય કંપનીઓ સાથે કામ કરવું હવે ફાયદાકારક રહ્યું ન હતું. પરંતુ, ‘ભારત ટેક્સી’ સાથે જોડાયા પછી અમને વધુ સારો રેટ અને પ્રતિસાદ મળી રહ્યા છે, જેનાથી પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે."

    ડાયનેમિક પ્રાઇસિંગમાંથી મુક્તિ: મુસાફરોને 15% ની સીધી બચત

    ખાનગી પ્લેટફોર્મ્સમાં ઘણીવાર પીક-અવર્સ દરમિયાન 'ડાયનેમિક પ્રાઇસિંગ' (વધુ ભાડું) ને કારણે મુસાફરો પરેશાન થતા હોય છે. જો કે, ભારત ટેક્સીએ આ માળખું સંપૂર્ણપણે સ્થિર અને પારદર્શક રાખ્યું છે.

    આ પારદર્શક સિસ્ટમને કારણે મુસાફરોને સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવવું પડે છે.

    ડ્રાઇવર જનક બારોટે આ અંગે ગણિત સમજાવતા કહ્યું કે, "અન્ય કંપનીઓ જ્યાં ₹30/કિમી ભાડું વસૂલે છે, તેની સરખામણીમાં અમે ગ્રાહકો પાસેથી માત્ર ₹17-18 ભાડું લઈ રહ્યા છીએ. શૂન્ય કમિશન હોવાથી પેમેન્ટ સીધું અમારા ખાતામાં આવે છે. આગામી સમયમાં અમને પેન્શન અને વીમા જેવી યોજનાઓનો લાભ પણ મળવાનો છે."
     
    અમદાવાદ-સુરત બાદ હવે વડોદરામાં ધમાકેદાર એન્ટ્રી

    ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઇવરોનું નેટવર્ક ધરાવતી ભારત ટેક્સી અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ, હવે ટૂંક સમયમાં **વડોદરા**માં પોતાની સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. કંપની પોતાની પહોંચ મજબૂત કરવા માટે IT પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા વ્યસ્ત વિસ્તારોમાં ‘બિલો ધ લાઇન’ (BTL) વ્યૂહરચના હેઠળ ગ્રાહકો સાથે સીધું જોડાણ કરી રહી છે.

    માત્ર 12 કલાકમાં રજિસ્ટ્રેશન મંજૂર

    અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ અજય કુમાર ગુપ્તાએ અન્ય ડ્રાઇવરોને આહવાન કરતા કહ્યું કે, *"ગ્રાહકો માટે આ 'આપણા ભારતની કંપની' છે. આમાં જોડાવાની પ્રક્રિયા એટલી સરળ છે કે એપ્લિકેશન પર ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યાના માત્ર 12 કલાકમાં જ મંજૂરી મળી જાય છે."*

    ગુજરાતમાં ભારત ટેક્સીને મળ્યું રાજ્ય પોલીસનું ‘સુરક્ષા કવચ’ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમની સુવિધા

    સલામતી અને ટેક્નોલૉજીના અજોડ મિશ્રણનો પુરાવો છે- ગુજરાત પોલીસ સાથે તેનું સીધું SOS સંકલન, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે 'સુરક્ષા કવચ' તરીકે કાર્ય કરે છે. વધુમાં, સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા, શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથિ પણ બની ગઈ છે. 

    વધુમાં, સેવાની ગુણવત્તા જાળવી રાખવા માટે, 10,000થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સમાં વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, GSRTC અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની 'ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' એ ગુજરાતમાં મુસાફરીને એક સરળ અનુભવમાં પરિવર્તિત કરી છે.

    ટેક્નોલોજીના આ યુગમાં 'ભારત ટેક્સી' એ સાબિત કરી દીધું છે કે જો સહકારની ભાવના અને આધુનિક ડિજિટલ સિસ્ટમ ભેગી થાય, તો તે ડ્રાઇવરો અને ગ્રાહકો બંને માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply