Skip to main content
Settings Settings for Dark

AMCના ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટ્રાફિક સુધારણા માટે AMC અને ટ્રાફિક પોલીસની સંયુક્ત બેઠક યોજાઈ

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનની અધ્યક્ષતામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

    આ સંદર્ભે ડીસીપી (ટ્રાફિક પોલીસ) તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં તમામ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરઓ સાથે અ. મ્યુ. કો. ના એન્જિનિયરિંગ તથા એસ્ટેટ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટ્રાફિક જંક્શન ડેવલપમેન્ટ, જીએસએલએ રૂટ, બીઆરટીએસ રૂટ, ફ્રી લેફ્ટ ટર્નની સુવિધાઓ, જાહેર માર્ગો પર થતા દબાણો દૂર કરવાની કામગીરી તેમજ પાર્કિંગ પ્લોટ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચારવિમર્શ સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા માટે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં સંકળાયેલા તમામ વિભાગો વચ્ચે સંકલન વધારી સમસ્યાઓના તાત્કાલિક અને અસરકારક નિરાકરણ માટે માર્ગદર્શિકા પણ નિર્ધારિત કરવામાં આવી હતી.આ સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ અને વ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply