NFSU ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
દર વર્ષે તા.21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવવામાં આવે છે. આ વર્ષે, વર્ષ-2026માં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક સર્વાંગી અભિગમ તરીકે યોગને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વની પુષ્ટિ કરે છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે તા.21મી જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY-2024)ની ઉજવણી કરવામાં આવી હતી. NFSUના કુલપતિ, 'પદ્મશ્રી'થી સન્માનિત, ડૉ. જે.એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ યોગ નિષ્ણાત ડૉ.આનલ રાવલની દેખરેખ હેઠળ યોગ પ્રોટોકોલ સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા.
પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરએ જણાવ્યું હતું કે NFSU દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેથી દરેકને સર્વાંગી સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ રહેવાની પ્રેરણા મળે. પ્રો. જુનારેએ વધુમાં ઉમેર્યું હતું કે, "માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રસ્તાવ પર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યા બાદ, દર વર્ષે તા.21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવવામાં આવે છે. આ વર્ષે, વર્ષ-2026માં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક સર્વાંગી અભિગમ તરીકે યોગને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વની પુષ્ટિ કરે છે."
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગોવા; વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિએટ ડીન, NFSUના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
