Skip to main content
Settings Settings for Dark

VGGS 2024 : સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક સેમિનાર યોજાયો

Live TV

X
  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના દ્વિતીય દિવસે સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક ગુજરાતમાં ઉધોગોના વિકાસની સંભાવના વિષયક સેમિનાર ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાર હજારથી વધુ મહિલા ઉધમી છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ઉદાર નીતિને કારણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ પેટન્ટ અપાયા છે. વર્ષ ૨૦૧૫ની ૭મી વાયબ્રન્ટ સમિટમાં નવી ઔધોગિક નીતિની જાહેરાત કરવામાં આવી હતી. જે આગામી ૨૦ વર્ષ સુધી અમલમાં રહેશે. વર્ષ ૨૦૧૭ બાદ ઔધોગિક રોકાણમાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે. 

    ભારત સરકારના વાણિજય અને ઉધોગ વિભાગના સેક્રેટરી રાજેશકુમાર સિંધે સ્ટાર્ટઅપ્સની વાત કરતા કહ્યુ હતું કે, સ્ટાર્ટઅપ્સને કારણે ૨૫ હજારથી વધુ લોકો માટે રોજગારીનું નિર્માણ થઇ રહ્યુ છે. જેમા ૧૫ હજારથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજયની શાળાઓમાં આઇ-હબના માધયમથી સ્ટાર્ટઅપ્સની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે એક કરોડ રૂપિયાનું ફંડ આનમત રખાયું છે. વર્ષ ૨૦૨૦ બાદ નવી નીતિથી ગ્રામિણ ક્ષેત્રે પહોચવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભારત સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. DPIIT (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ),  ભારત સરકારના સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની સંભાળ રાખે છે. એમણે કહ્યું કે, અમારા વિભાગ દ્વારા 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી તે સમયે લગભગ 300 સ્ટાર્ટઅપ્સ હતા. અમારા વિભાગ દ્વારા સૌ પ્રથમ 10,000 કરોડ રૂપિયાની ભંડોળ સાથે 129 ઉદ્યોગ લાયક સ્ટાર્ટઅપ્સને નાણાં આપવા આપવામાં આવ્યા હતા. આજે 915 સ્ટાર્ટઅપ્સને રૂ. 70,000 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા માટે રૂ. 700 કરોડની સીડ ફંડ યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં 21,000 થી વધુ DPIA માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. GEM પોર્ટલ ઉપર ઓનબોર્ડ થયા છે અને અત્યાર સુધીમાં રૂ. 17,000 કરોડથી વધુની કિંમતના 2 લાખથી વધુ વર્ક ઓર્ડર મળ્યા છે. સ્ટાર્ટઅપ્સને સરળતા મળી રહે તે માટે બેંકો, નાણાકીય કંપનીઓ અને AIF દ્વારા ક્રેડિટ ગેરંટી પ્રદાન કરવામાં આવી રહી છે.

    ૨૦૧૫માં રાજ્યમાં માત્ર ૨૫ સ્ટાર્ટઅપ હતા જે વધીને આજે નવ હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. સ્ટાર્ટઅપને વેગવંતુ બનાવવા ગુજરાત સરકારની સ્ટાર્ટ અપ  પોલિસી કારગત સાબિત થઈ રહી છે. સ્ટાર્ટઅપના લીધે દરેક ક્ષેત્રમાં નવી રોજગારી ઉભી થઈ રહી છે. કોવિડના સમયમાં વાર્ષિક વન યુનિકોન બનતી હતી જે વધીને વન યુનિકોન પ્રતિ વન વીક બની રહી છે. ગુજરાતમાં પાંચ યુનિકોન કંપની શરૂ થઈ છે જેમાં પ્રથમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ છે. ૩M - મની માર્કેટ અને મેન્ટોરની પોલિસી ઉપર ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ પોલિસી કામ કરી રહી છે. ગુજરાત સરકારના એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર (IAS) કુલદીપ આર્ય  અને જીએમડીસીના મેનેજીંગ ડાયરેક્ટર રૂપવંતસિંહ સહિત વિદ્યાર્થીઓ, ઉદ્યર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply