Submitted by developer on
રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની, મોડી રાત્રે લીધી મુલાકાત.. જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન પર થયેલી અસર અંગે મેળવી વિગતવાર માહિતી..
સમગ્ર રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ... કચ્છ- અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ... દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ... આગામી 24 કલાક દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ...અમદાવાદમાં પણ મેઘમહેર..
જૂનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા..શાપુર ગામ બન્યું સંપર્ક વિહોણું.. જામનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ...રાજ્યના જળાશયોમાં થઈ નવા નીરની આવક..તાપીના સોનગઢમાં ડોસવાડા ડેમ ઓવર ફ્લો, તો ડાંગ જિલ્લામાં ગીરા ધોધ સક્રિય થતા સજાર્યા નયનરમ્ય દ્રશ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત.. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દે થઈ ચર્ચા.. પીએમ મોદીએ સંવાદ અને કૂટનીતિની જરૂરિયાત પર આપ્યો ભાર..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશનનો કરશે પ્રારંભ.. પ્રધાનમંત્રી શહડોલ જિલ્લાના પકરિયા ગામની મુલાકાત લઈ, ગ્રામજનો સાથે કરશે સંવાદ .. રાજ્યમાં 3.57 કરોડથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ અભિયાનની કરશે શરૂઆત..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય સહકારી કોંગ્રેસનું કરશે ઉદ્ઘાટન.. દેશના સહકારી આંદોલનના વિકાસ માટે ભવિષ્યની નીતિ તૈયાર કરવાનો છે સંમેલનનો ઉદ્દેશ..
પવિત્ર શ્રીઅમરનાથ યાત્રા આજથી જમ્મુ કશ્મીરના બાલતાલ અને પહલગામથી થઈ શરૂ.. 62 દિવસ સુધી ચાલનારી આ પવિત્રયાત્રા માટે કરાવાઇ છે સુરક્ષાની કડક વ્યવસ્થા..
દેશના અત્યારસુધીના સૌથી મોટા અપ્રત્યક્ષ કર સુધારો GST ને લાગુ થવાના 6 વર્ષ થયા પૂર્ણ.. 1 જુલાઇ 2017 માં GST લાગુ થયા બાદ સરકારની આવક વધી.. ટેક્સની ચોરી રોકવામાં પણ મળી મદદ..
