વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે જાણવા યુવાનોમાં ભારે ઉત્સુકતા
Live TV
-
ફોરેસ્ટના સ્ટોલમાં રાયનો સાથે સેલ્ફી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગાંધીનગર ખાતેના વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં ડોમ -8 માં 'નયા ભારત ઊર્જાવાન ભારત'ની મુખ્ય થીમ સાથે ગ્રીન વેન્યુએબલ એનર્જી, હાઈડ્રોજન પ્લાન્ટના વિવિધ માહિતી સભર સ્ટોલ પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રદર્શનની શરૂઆતમાં જ ગ્રીન હાઈડ્રોજન ટ્રક લોકોમા કુતુહલતા જગાવે છે. જ્યાં મોઢેરા ટાઉન સોલરાઈઝેશન,સોલાર એનર્જી, બેટરી એનર્જી સિસ્ટમ એન્ડ પીએમ કુસુમ જેવા વિવિધ વિષયોને આવરીને તેની માહિતી પૂરી પાડવામાં આવી છે. એનર્જીને પ્રોત્સાહિત કરતું ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA, NLC ઇન્ડિયા લિમિટેડ, રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન, IREDA,SHELL, FCT એનર્જી ,GEPIL, સુઝલોન, ગેઇલ વગેરે સ્ટોલ દ્વારા એનર્જી ના વિવિધ પાસાઓને ખૂબ રસપ્રદ રીતે રજૂ કર્યા છે.
ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાજેતરમાં શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 નું પ્રદર્શનમાં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે .જેમાં ગુજરાતના વિવિધ જંગલો અને પ્રાણી અને પક્ષી વૈવિધ્યને સચિત્ર રજૂ કરાયું છે. આ ઉપરાંત ગુજરાતના વન વૈભવને 3D ઈમેજ માં જોવા માટે લોકો ખૂબ રસ ધરાવે છે. ફોરેસ્ટના આ સ્ટોલ માં રાયનો સાથે સેલ્ફી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી દ્વારા પણ પ્રદૂષણના વિવિધ પાસાઓને નવી ટેકનોલોજી સાથે કેવી રીતે અંકુશમાં રાખી શકાય એ વિષય પર નાગરિકોને ઉપયોગી થાય તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પેવેલિયનમાં નાના મોટા 84 સ્ટોલ માં અભ્યાસુ યુવાનો માટે રસપ્રદ માહિતી છે.