Submitted by gujaratdesk on
નર્મદાના જળસંકટ મુદ્દે કોંગ્રેસ- ભાજપ વચ્ચે શાબ્દિક જંગ- સરકારે નર્મદાનું પાણી વેડફી ગુનાહિત બેદરકારી દાખવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ - પાણીના મુદ્દે કોંગ્રેસ મગરનાં આંસુ ન સારે ભાજપનો વળતો જવાબ
2. ગુજરાતની 1153 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેરઃ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પોતાના સરપંચો ચૂંટાયાનો દાવોઃ વિજેતા સરપંચોએ વિકાસનાં કામો કરવાની આપેલી ખાતરી.
3. આવકવેરાના કરદાતાઓની સંખ્યા વધીને 8 કરોડ થઇ - આવકવેરા કમીશ્નરે કહ્યું રાજ્યમાં ITનું ટાર્ગેટ એક હજાર કરોડ વધ્યું - કરદાતાઓને 5 હજાર 584 કરોડનું ચુકવાયું રિફંડ
4. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજે સાઉદી અરબમાં દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરશે - ત્રણ દિવસના વિદેશ પ્રવાસ દરમ્યાન જન્દ્રીયાહુ ફેસ્ટિવલનું પણ કરશે ઉદ્દઘાટન
5. મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની 27 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ - ત્રિપુરામાં કોંગ્રેસની યાદી જાહેર , 18 ફેબ્રુઆરીએ મતદાન
6. માલદીવમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ત્રણ ન્યાયમૂર્તિની ધરપકડ - 9 રાજકીય નેતાને જેલમુક્ત કરવાના જૂના ચૂકાદાને સુપ્રીમે પાછો ખેંચ્યો - માલદીવની ઘટનાઓ પર ભારતની નજર
7. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનમાં ત્રીજી મેચ - છ વનડે શ્રેણીમા ભારતની બે શૂન્યથી સરસાઇ
