Skip to main content
Settings Settings for Dark

ઈજિપ્તની રાજધાની કાઇરોમાં ગાઝા યુદ્ધવિરામ મંત્રણા ઇઝરાયેલ વગર શરૂ

Live TV

X
  • હમાસ ગાઝામાં કાયમી યુદ્ધવિરામ ઈચ્છે છે જેના માટે ઈઝરાયેલ તૈયાર નથી.

    ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલાને રોકવા માટે ઈજિપ્તની રાજધાની કાઇરોમાં સંવાદ શરૂ થયો છે. જો કે આ મંત્રણામાં ઈઝરાયેલ સામેલ નથી. હમાસ સાથેની આ મંત્રણામાં મધ્યસ્થી કરનારાઓમાં ઇજિપ્ત, કતાર અને અમેરિકાના અધિકારીઓનો સમાવેશ થાય છે. બંધકોના નામની યાદી ન મળવાને કારણે ઈઝરાયલે મંત્રણાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. પરંતુ મધ્યસ્થીઓ ઇઝરાયલને મંત્રણાની માહિતી વિશે જાણકારી આપી રહ્યા છે.

    આ દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગાઝામાં 6 સપ્તાહના યુદ્ધવિરામને તાત્કાલિક લાગુ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "ત્યાં સામાન્ય લોકોની હાલત ખરાબ છે અને તેઓ અમાનવીય સ્થિતિમાં જીવી રહ્યા છે."

    પેલેસ્ટિનિયન સૂત્રોના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદ છે. ઈઝરાયેલ બંધકોની મુક્તિ માટે માત્ર મર્યાદિત યુદ્ધવિરામ ઈચ્છે છે, આ યુદ્ધવિરામ છ અઠવાડિયા સુધી ચાલી શકે છે, જ્યારે હમાસ ગાઝામાં કાયમી યુદ્ધવિરામ ઈચ્છે છે જેના માટે ઈઝરાયેલ તૈયાર નથી.

    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે; "ગાઝાના ઘણા વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ છે, તેથી ત્યાં રાહત સામગ્રીની યોગ્ય સપ્લાય સુનિશ્ચિત કરવી જોઈએ. ઈઝરાયેલ આમાં કોઈ બહાનું કાઢશે નહીં." ઇઝરાયેલની નેતન્યાહુ સરકારને મજબૂત સંદેશ આપતા, બાઈડન વહીવટીતંત્રે વિપક્ષી નેતા અને ઇઝરાયેલની યુદ્ધ કેબિનેટ સભ્ય બેની ગેન્ટ્ઝનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે મતભેદો પછી ગાન્ટ્ઝ નજીકના સાથી અમેરિકાના નેતાઓને મળવા વોશિંગ્ટન ગયા છે. આ દરમિયાન, રફાહ અને ગાઝાના અન્ય વિસ્તારોમાં ઇઝરાયેલના હુમલા ચાલુ છે. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply