પાકિસ્તાન, ચીન અને પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપ અનુભવાયો
Live TV
-
પાકિસ્તાન, ચીન અને પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપ અનુભવાયો
વહેલી સવારે ત્રણ દેશોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં પાપુઆ ન્યૂ ગીની, ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. પાપુઆ ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તો પાકિસ્તાનમાં મોડી રાતે 3:15 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનના શિઝાંગમાં 3:45 વાગ્યે 5.0ની તીવ્રતાના ઝાટકા અનુભવાયા હતા.જોકે હાલમાં ત્રણેય દેશોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
