Skip to main content
Settings Settings for Dark

સ્લોવાકિયાના પ્રધાનમંત્રીએ યુક્રેનને ડીઝલ સપ્લાય બંધ કરવાની આપી ધમકી

Live TV

X
  • સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોએ યુક્રેનને ડીઝલનો પુરવઠો રોકવાની ધમકી આપી છે. પ્રધાનમંત્રી કહે છે કે, જો યુક્રેન તેના રસ્તાઓ પરથી રશિયન તેલનું પરિવહન ટૂંક સમયમાં ફરી શરૂ નહીં કરે તો દેશની સ્લોવેન્ફ્ટ રિફાઇનરી યુક્રેનને ડીઝલ સપ્લાય કરવાનું બંધ કરશે. 

    યુક્રેને તાજેતરમાં જ રશિયન કંપની લ્યુકોઈલથી ડ્રુઝબા પાઈપલાઈન દ્વારા સ્લોવાકિયા અને હંગેરીમાં તેલના પરિવહનને અટકાવ્યું હતું. તેણે જૂનમાં કંપનીને તેની પ્રતિબંધોની યાદીમાં મૂકી હતી. સ્લોવાકિયાના નાણા મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, લુકોઇલથી યુક્રેન થઈને સ્લોવાકિયા સુધી તેલની ડિલિવરી પહેલાથી જ બંધ થઈ ગઈ છે.

    પ્રધાનમંત્રી ફિકોએ એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, યુક્રેન દ્વારા લ્યુકોઇલ પર લાદવામાં આવેલા પ્રતિબંધોના વધુ અમલથી માત્ર યુક્રેન, સ્લોવાકિયા અને હંગેરીને નુકસાન થશે, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે.

     તેમણે કહ્યું. કે, "જો યુક્રેન મારફતે રશિયન તેલનો પુરવઠો ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં નહીં આવે તો સ્લોવેકિયન કંપની સ્લોવેનફ્ટ (જે યુક્રેનિયન વપરાશના દસમા ભાગને આવરી લે છે) યુક્રેનને ડીઝલનો પુરવઠો બંધ કરશે,"

    સ્લોવેકિયાના પ્રધાનમંત્રી ફિકોએ શુક્રવારે યુક્રેનના પ્રધાનમંત્રી ડેનિસ શ્મિહાલ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેલ પુરવઠો ફરીથી શરૂ કરવા માટે તકનીકી ઉકેલ સૂચવ્યો હતો. જેમાં સ્લોવાકિયા સહિત ઘણા દેશોને સામેલ કરવાની જરૂર પડશે.

    "સ્લોવાકિયા વતી, હું પુનરોચ્ચાર કરું છું કે અમે તૈયાર છીએ," તેમણે સોમવારે એક વિડિયો સંદેશમાં કહ્યું, "હું એવા અહેવાલોનું સ્વાગત કરું છું જે પુષ્ટિ કરે છે કે સંબંધિત વ્યાપારી કંપનીઓ આ તકનીકી ઉકેલને ઓછામાં ઓછા સમયમાં અમલમાં મૂકવા માટે સક્ષમ છે." 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply