અયોધ્યા મામલે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટ આજે ફેંસલો સંભળાવશે
Live TV
-
સુપ્રીમ કોર્ટ જણાવશે કે, મસ્જિદમાં નમાઝ પઢવી તે બાબત ઈસ્લામનો હિસ્સો છે કે નહી.
અયોધ્યા મામલે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટ આજે ફેંસલો સંભળાવશે.પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ જણાવશે કે, મસ્જિદમાં નમાઝ પઢવી તે બાબત ઈસ્લામનો હિસ્સો છે કે નહી.અયોધ્યાનો રામમંદિર- બાબરી મસ્જિદ વિવાદ સુપ્રીમકોર્ટમાં પેન્ડિંગ છે.અયોધ્યાની જમીન કોની માલિકીની છે.તે પર સુનાવણી હજુ બાકી છે.મુસ્લિમ પક્ષકારો તરફથી.દલીલ કરવામાં આવી છે કે, 1994માં ઈસ્માઈલ ફારુકી કેસમાં સુપ્રીમકોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાજ પઢવી એ ઈસ્લામ ધર્મનો હિસ્સો નથી.આથી તે ચુકાદા પર પુનરવિચાર જરૂરી છે.આથી પક્ષકારોએ આ મામલાને સંવિધાનિક બેંચને સોંપવાની માગણી કરી છે.જેના પર આજે ચુકાદો આવી શકે છે.
