આંધ્રપ્રદેશના વિજયવાડામાંં નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન લોકોએ મોદીજીનું ભવ્ય સ્વાગત કર્યું.
Live TV
-
આંધ્રપ્રદેશમાં નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન લોકોએ મોદીજીનું ભવ્ય સ્વાગત કર્યું. આંધ્રપ્રદેશના લોકો બદલાવ ઈચ્છે છે અને વિકાસની દિશામાં આગળ વધવા ઈચ્છે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને સાથે પવન કુમાર પણ જોડાયા હતા.
રસ્તાની બંને બાજુ નરેન્દ્ર મોદીના અભિવાદન માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
અગાઉ આંધ્રપ્રદેશના રાજમ પેટમાં જનસભાને સંબોધતા ભાજપના પ્રચારક નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારથી ચૂંટણીની તારીખો જાહેર થઇ છે ત્યારથી કોંગ્રેસે અદાણી અને અંબાણીનું નામ લેવાનું બંધ કર્યું છે. કેટલું કાળું નાણું ભેગું કર્યું છે. ટેમ્પો ભરેલી નોટો કોંગ્રેસને પહોંચી છે કે શું? શું સોદો થયો છે. રાતોરાત અંબાણી, અદાણીનું નામ લેવાનું બંધ કર્યું છે. કોંગ્રેસે દેશને જવાબ આપવો પડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશને રિવર્સ ગિયરમાં લઇ જવા માંગે છે.