આજે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ ગુજરાતની મુલાકાતે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ 800 કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગરના નારી ચોકડીથી અધેલાઈ સુધીના 33 કિમીના આર.સી.સી ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત કર્યા બાદ ભાવનગરની પ્રજાને ગુજરાતીમાં સંબોધન કરતાં અભિનંદન પાઠવ્યા
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ આજે ગુજરાતની મુલાકાતે છે.તેમણે આજે 800 કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગરના નારી ચોકડીથી અધેલાઈ સુધીના 33 કિમીના આર.સી.સી ફોરલેન માર્ગનું ખાતમુહુર્ત કર્યું હતું.આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ ભાવનગરની પ્રજાને ગુજરાતીમાં સંબોધન કરતાં અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઉન્નત માળખાગત સુવિધા વિકાસની શરત તો છે જ પણ સાથે તે વિકાસનો માપદંડ પણ છે. સામાજિક સક્ષમતા અને સુરક્ષા માટે માળખાગત સુવિધા અનિવાર્ય છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતના સંબોધનમાં કહ્યું હતું કે આજે ભાવનગર માટે સુવર્ણ દિવસ છે. ફોરલેનના હાઈવેથી ભાવનગરના વિકાસને અભૂતપૂર્વ વેગ મળશે. આ ઉપરાંત ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક માટે 151 એકર જમીન ફાળવવાની જાહેરાત પણ તેમણે કરી હતી. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે બગોદરાથી ભાવનગરના રસ્તાને ફોર લેન કરવા બજેટ ફાળવવાની જાહેરાત કરી હતી.આ અગાઉ આજે સવારે તેઓ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ ઓ.પી.કોહલી તથા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કર્યું હતું. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ.120 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 852 અને મહુવા ખાતેના 332 મકાનોનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
