આજે "પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના" હેઠળ બનેલા 1.75 લાખ મકાનનું ઉદ્દઘાટન કરાશે
Live TV
-
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્દઘાટન કરશે. મધ્યપ્રદેશમાં ગરીબો માટે બનાવાયા છે આવાસ
મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 1 લાખ 75 હજાર આવાસોનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ હેઠળ દેશભરમાં 1 કરોડ 14 લાખ ઘર પહેલાં જ બની ચુક્યા છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 17 લાખ ગરીબ પરિવારોને યોજનાનો લાભ મળી ચુક્યો છે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સની મદદથી ગૃહ પ્રવેશ પ્રક્રીયામાં પણ ભાગ લેશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કાર્યક્રમમાં ભાગ લેશે. 20 નવેમ્બર 2016ના "પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના" શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ લાભાર્થીને 100 ટકા સહાયના રૂપિયા 1.20 લાખ આપવામાં આવે છે. આ પૈકી 60 ટકા રકમનું વહન કેન્દ્ર સરકાર કરે છે તો 40 ટકા વહન રાજ્ય સરકાર કરે છે
