Skip to main content
Settings Settings for Dark

એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, મુસાફરોના હિતમાં મહત્ત્વનો નિર્ણય

Live TV

X
  • નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો એરલાઇન્સને વિલંબ કર્યા વિના તમામ પેસેન્જર રિફંડ જારી કરવાનો આદેશ આપ્યો....ત્યારબાદ કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે....

    ઇન્ડિગોની અડચણો વચ્ચે ભાવ વધારતી એરલાઇન્સ માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે મુસાફરોના હિત માટે કિંમત મર્યાદા નક્કી કરી છે અને નવી ટિકિટ કિંમત મર્યાદા જાહેર છે. હવે આ મુજબ જ એરલાઇન્સ મુસાફરો પાસેથી વિમાન ભાડું મેળવી શકાશે.આ કિંમતોની વાત કરવામાં આવે તો 500 કિમી સુધીની મુસાફરી માટે રૂપિયા 7,500, 500થી 1 હજાર કિમીની મુસાફરી માટે રૂપિયા 12 હજાર, 1000થી 1500 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 15 હજાર અને 1500 કિલોમીટરથી વધુની મુસાફરી માટે રૂપિયા 18 હજાર નક્કી કરવામાં આવ્યા છે.

    એરલાઇન્સના ટિકિટના બમણા ભાવો સામે નિર્ણય

    ઇન્ડિગો એરલાઇન્સ છેલ્લા પાંચ દિવસથી 2,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી ચુકી છે, જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, ઇન્દોર, કોચી, પટના, હૈદરાબાદ અને તિરુવનંતપુરમ જેવા મુખ્ય એરપોર્ટ્સ પર અસર થઈ છે. ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. તેમના અભ્યાસ, પરીક્ષાઓ, આરોગ્ય અને વ્યવસાયિક મીટિંગ્સ સહિતના મહત્ત્વપૂર્ણ કાર્યો ખોરવાઈ ગયા છે. મુસાફરોને નાણાકીય નુકસાન અને છેલ્લી ઘડીએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સંકટનો લાભ લઈને કેટલીક અન્ય એરલાઇન્સે ટિકિટના ભાવો બમણા કરી દેવાની ફરિયાદો મળી હતી. જેને ધ્યાનમાં લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

    મુસાફરોને તકવાદી ભાવોથી બચાવવા માટે, મંત્રાલયે અસરગ્રસ્ત રૂટ પર ભાડાની મર્યાદા સિસ્ટમ લાગુ કરી છે. મંત્રાલયે તમામ એરલાઇન્સને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ નિર્ધારિત મર્યાદાનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યો છે. આ પગલું બજારમાં ભાવ શિસ્ત જાળવવા અને વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓનું શોષણ અટકાવવા માટે લેવામાં આવ્યું છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
apply