Skip to main content
Settings Settings for Dark

કરુણાનીધીના માનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર, PMએ આપી શ્રદ્ધાંજલિ 

Live TV

X
  • તામિલનાડુની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર દિગ્ગજ નેતા એમ. કરૂણાનિધિના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈના રાજાજી હોલમાં પહોંચી DMK પ્રમુખ રહેલા તામિલનાડુના કદાવર નેતા એમ. કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી.

    પ્રધાનમંત્રીએ તેમના પરિવારના સભ્યો સાન્તવના આપી હતી. પ્રધાનમંત્રીએ કરૂણાનિધિની પુત્રી કનિમોઈ સાથે વાત કરી સંવેદના પ્રગટ કરી હતી. PMએ કરૂણાનિધિને લોકોથી જોડાયેલ જનસેવક, મહાન વિચારક, લેખક અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત નેતા ગણાવ્યા છે. 

    કરુણાનિધિના સમાધિ સ્થળને લઈને સુનાવણી કરતાં મદ્રાસ હાઈકોર્ટે નિર્ણય આપતાં કહ્યું હતું કે, તેમના અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ થશે. કરુણાનિધિના માનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply