કાર્તિ ચિદંબરમની કસ્ટડી વધુ ત્રણ દિવસ, 15 માર્ચે વધુ સુનાવણી
Live TV
-
INX મીડિયામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે કાર્તિ ચિદંબરમને કોઈ જ રાહત નહીં, વધુ ત્રણ દિવસની પોલીસ કસ્ટડી
દિલ્હીની એક વિશેષ અદાલતે કાર્તિ ચિદંબરમની કસ્ટડી વધુ ત્રણ દિવસ વધારી દીધી છે. સીબીઆઈએ વિશેષ અદાલતમાં INX મીડિયામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે કાર્તિ ચિદંબરમની જામીન અંગે થયેલી અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સુનાવણી કરતા કાર્તિ ચિદંબરમને કોઈ રાહત ન આપતા કસ્ટડી વધુ ત્રણ દિવસ માટે વધારી દીધી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 15 માર્ચે હાધ થરાશે.
ઉલ્લેખનીય છે કે, કાર્તિ ચિદંબરમને 28 ફેબ્રુઆરીએ સીબીઆઈએ ચેન્નઈ એરપોર્ટથી ધરપકડ કરી હતી. કાર્તિ પર INX મીડિયાને વિદેશમાંથી ફંડ અપાવવાની પ્રક્રિયામાં એફઆઈપીબીના નિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.