ગોવામાં આજે યોજાશે શાંઘાઈ સહયોગ સંગઠનનાં વિદેશમંત્રીઓની બેઠક
Live TV
-
બેઠકમાં જુલાઈમાં થનારા શિખર સંમેલન માટેના એજન્ડા કરવામાં તૈયાર આવશે
SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ આજે ગોવામાં તેમની બેઠકના બીજા દિવસે નિર્ણયોને આખરી ઓપ આપશે. વિદેશ મંત્રીઓ 15 નિર્ણયો અથવા દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપે તેવી શક્યતા છે જેની ચર્ચા જુલાઈ સમિટમાં કરવામાં આવશે. આ દરખાસ્તોનો ઉદ્દેશ્ય સંગઠનના સભ્ય દેશો વચ્ચે વેપાર, ટેકનોલોજી, વાણિજ્ય, સુરક્ષા અને સામાજિક-સાંસ્કૃતિક સંબંધોના ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે. વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર આજે આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
સંગઠનના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠક ગઈકાલે શરૂ થઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન અને ચીન સહિત આઠ દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત ગયા વર્ષે સપ્ટેમ્બરથી સંસ્થાના અધ્યક્ષ છે.એસસીઓની બેઠકની બાજુમાં, ડૉ. જયશંકરે ચીન, રશિયા અને ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાનો સાથે ચર્ચા કરી.
ડૉ. જયશંકરે, સંગઠનના મહાસચિવ ચાંગ મિંગ સાથેની મુલાકાતમાં, સંસ્થાના અધ્યક્ષપદ માટે ભારતના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ દેશોમાં રશિયા, ભારત, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે.
