જમ્મુ-કાશ્મીર: ડીડીસીની છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં જમ્મુ કાશ્મીરની કુલ 31 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાંથી 14 બેઠકો કાશ્મીર ડિવિઝનની અને 17 બેઠકો જમ્મુ ડિવિઝનની છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે પ્રશાસને સંપૂર્ણ તૈયારી કરી.
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે 9.00 વાગ્યા સુધી જમ્મુ-કાશ્મીરમાં ફેલાયેલા જુદા જુદા મતક્ષેત્રોમાં કુલ 8.98 ટકા મતદાન નોંધાયું છે. તેમાં કાશ્મીર ડિવિઝનમાં એકંદરે ટકાવારી 4.58%, જ્યારે જમ્મુ ડિવિઝનમાં 12.73% મતદાન નોંધાયું છે.
છઠ્ઠા તબક્કામાં થઇ રહેલું આ મતદાન આજે સવારે 7 વાગ્યે શરૂ થયુ હતું જે આજે બપોરે 2 વાગ્યે પૂરું થશે. આ તબક્કામાં જમ્મુ કાશ્મીરની કુલ 31 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાંથી 14 બેઠકો કાશ્મીર ડિવિઝનની અને 17 બેઠકો જમ્મુ ડિવિઝનની છે. વિવિધ સુરક્ષા સાથે આ ચૂંટણી પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. કોવિડને ધ્યાને લઇને ખાસ સંભાળ રાખવામાં આવી રહી છે. મતદારો માટે મતદાન કેન્દ્રો ઉપર વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણીનું 4થા તબક્કાનું મતદાન છેલ્લે 7 ડિસેમ્બરના રોજ અને 5માં તબક્કાનું મતદાન 10 ડિસેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું જેમાં 50 ટકાથી વધારે મતદાન નોંધાયું હતું.
