દિલ્હીમાં કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાઈ, ચૂંટણી ઢંઢેરાને અંતિમ ઓપ આપ્યો
Live TV
-
દિલ્હી ખાતેના કોંગ્રેસ મુખ્યાલયે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી ઢંઢેરાને અંતિમ ઓપ આપ્યો હતો. બેઠકના અંતે કોંગ્રેસના મહામંત્રી કે.સી.વેણુગોપાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરાને ઘર ઘર સુધી પહોંચાડવા પ્રયાસ થશે.
ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે જનતાને પાંચ મુખ્ય સહિત 25 ગેરંટી આપી છે. તેમાં શહેરી રોજગાર સહિતની ગેરંટીનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, પાર્ટી ફકત ચૂંટણી ઢંઢેરો જ નહીં પણ ન્યાય પત્ર પણ જાહેર કરશે. જેથી લોકોને તેમનું ઉજજવળ ભવિષ્ય જોવા મળે.