દેશમાં 24 કલાકમાં 97 હજારથી વધુ કેસ, 81 હજારથી વધુ દર્દી સાજા થયા
Live TV
-
24 કલાકમાં દેશમાં કોરોનાના 10,91,251 ટેસ્ટ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સૌથી વધુ કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 97, 570 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1201 દર્દીના મૃત્યુ થયા છે. આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડાઓ પર નજર કરીએ તો, 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,91 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 97,570 કેસ પોઝિટિવ આવ્યા, તો 24 કલાકમાં 1201 લોકોના મૃત્યુ અને 81,533 દર્દીઓ સાજા થયા, આ સાથે જ દેશમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 46,59 લાખને પાર પહોંચી ગયા છે. હાલ 9.58 લાખ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધી 36,24 લાખ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. આઈસીએમઆરના આંકડાઓ મુજબ દેશમાં અત્યાર સુધી કોરોનાના 5,51 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નોંધાયા છે.
