Skip to main content
Settings Settings for Dark

નિર્ધારિત સમય પહેલા 5 કરોડ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય પૂર્ણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અત્યંત લોકપ્રિય અને મહત્વકાંક્ષી ઉજ્જવલા યોજનાએ નિર્ધારીત સમય મર્યાદા પહેલા લક્ષ પૂર્ણ કર્યું છે. શુક્રવારે સંસદભવન પરિસરમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પાંચ કરોડ લાભાર્થીને ગેસ કનેક્શન આપ્યું હતું. આ પ્રસંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ સહિત અનેક મહિલા સાંસદ ઉપસ્થિત રહ્યા હતા.

    દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા પેટ્રોલિયમ મંત્રીને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, એક દિવસ દરેક ભારતીય નગારિકોને ગર્વ થશે કે આપણી નારી શક્તિના આશીર્વાદથી આપણે ઉજ્જવલા યોજનાના માધ્યમથી પાંચ કરોડ મહિલાઓ માટે એક સ્વસ્થ અને કુશળ જીવન સુનિશ્ચિત કરવા સક્ષમ રહ્યા છીએ. ઉજ્જવલા યોજનાની સફળતા સુનિશ્ચિત કરવા માટે હું, ધર્મેન્દ્ર પ્રધાનજી અને તેમની પૂરી ટીમને શુભેચ્છા પાઠવું છું. ઉજ્જવલા યોજના મહિલાઓની સશક્તિકરણ દિશામાં જીવંત જન આંદોલન બની ગયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply