Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી રાજકોટ પહોંચ્યા, ગાંધીજીની સ્કૂલમાં મહાત્મા મ્યુઝિયમને ખુલ્લુ મુકશે, આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • પીએમ મોદીએ કચ્છી ભાષામાં કચ્છી માંડુઓને સંબોધતા કહ્યું કે, સામાન્ય માનવીના જિંદગીમાં બદલાવ આવ્યો છે. થોડા જ વર્ષોમાં ઈકોનોમીમાં ભારત બ્રિટનથી પણ આગળ નીકળી જશે, આર્થિક ક્ષેત્રે દેશ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે.

    વડાપ્રધાને નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેમણે આણંદ ખાતે અમૂલના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ત્યારબાદ તેઓ બપોરે 2.15 કલાકે ભૂજ એરપોર્ટ પહોંચ્યા હતા, અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા અંજારના સતાપર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં ગુજરાત રાઝ્ય પેટ્રોનેટ લિમિટેડ તરફથી મુંદ્રા પોર્ટ અને અંજાર વચ્ચે 375 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી લગભગ 67 કિમીની લાંબી ગેસ પાઈપ લાઈનું ઉદ્ધાટન કર્યું. આ કાર્યક્રમ બાદ પીએમ મોદીએ અંજારના સતાપરમાં રેલીને સંબોધિત પણ કરી.

    પીએમ મોદીએ કચ્છી ભાષામાં કચ્છી માંડુઓને સંબોધતા કહ્યું કે, સામાન્ય માનવીના જિંદગીમાં બદલાવ આવ્યો છે. થોડા જ વર્ષોમાં ઈકોનોમીમાં ભારત બ્રિટનથી પણ આગળ નીકળી જશે, આર્થિક ક્ષેત્રે દેશ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આજે હવાઈ ચપ્પલ પહેરાનારો હવાઈ સફર કરે છે. તેમણે કહ્યું કે, એક જ વર્ષમાં 900 નવા વિમાનનો ઓર્ડર આપવામાં આવ્યો. 4 વર્ષમાં દર વર્ષે 9 નવા એરપોર્ટ બન્યા છે. 60 વર્ષમાં 13 કરોડ, 4 વર્ષમાં 10 કરોડ લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

    પીએમ મોદીએ પોતાની સરકારના કામની વાત કરતા વધુમાં કહ્યું કે, આધુનિક ભારતનું સપનું સંપૂર્ણ કરવા ઉર્જા મદદરૂપ થશે. બદલતા દેશને રેલવે, હાઈવે અને આઈવે જોઈએ, ઉર્જા વિના જીવન થંભી જાય છે. ગુજરાત દેશની ઉર્જાનું ધબકતું કેન્દ્ર બન્યું છે. વિકાસ માટે ઉર્જા અનિવાર્ય.

    વડાપ્રધાને  કહ્યું કે, મને ત્રીજા LNG ટર્મિનલના ઉદ્ધાટનનો મોકો મળ્યો છે, કચ્છનો 'ક' અને ખમીરનો 'ખ'. કચ્છ હવે વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કચ્છમાં પહેલા પાણી માટે વલખાં હતા. અત્યારે સાબિત થાય છે કે, ગરમી હોવા છતા આટલી મોટી સંખ્યામાં લોકો હાજર છે. કચ્છના લોકોના મને આશિર્વાદ મળતા રહે છે. કચ્છ મને તેની તરફ વારંવાર ખેચી લાવે છે.

    પીએમ મોદી રેલીને સંબોધિત કર્યા બાદ રાજકોટ જવા રવાના થઈ ગયા છે.

    ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી કચ્છ આવ્યા પહેલા અમદાવાદ એરપોર્ટથી સીધા આણંદ પહોંચ્યા હતા. આણંદ ખાતે મોદીએ રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ 12 વાગ્યે અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટિક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ઉદ્ઘાટન માટે તેમણે અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પણી લીધી હતી.

    તેમણે અમૂલના ચોકલેટ પ્લાન્ટ ઉપરાંત મોદીએ અમૂલના જ અન્ય પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વિદ્યા ડેરી ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થયેલો સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રિમ પ્લાન્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્કુબેશન સેન્ટર-કમ-સેન્ટર ઓફ એકસલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ ફોર પ્રમોટીંગ એન્ટરપ્રિનોયર્સ એન્ડ સ્ટાર્ટ અપનું ઉદ્દઘાટન કર્યું હતું. આ ઉપરાંત અમૂલ ડેરી દ્વારા રૂપિયા 100 કરોડના ખર્ચે અમૂલ મિલ્ક પ્રોસેસિંગ, વિસ્તરણ, પેકેજીંગ, બટર મેન્યુફેકચરિંગ તથા રૂપિયા 100 કરોડના ખર્ચે ખાત્રજ ખાતે અમૂલ ચીઝ પ્લાન્ટ, પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે રોજના 15 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા રૂપિયા 150 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા પ્લાન્ટનો શિલાન્યાસ પણ મોદીએ કર્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply