પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતાં પ્રકાશ જાવડેકર
Live TV
-
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. કેબિનેટની આ બેઠકમાં ખાંડનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે હિતકારી નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત સરકાર 60 લાખ ટન ખાંડની નિકાસ કરશે. તે સાથે ખેડૂતોને 3,500 કરોડ રૃપિયાની સબસિડી અપાશે. આ સબસિડીનો લાભ દેશના કુલ 5 કરોડ ખેડૂતો તેમજ ખાંડના વ્યવસાય સાથે સંકળાયેલા 5 લાખ કામદારોને મળશે. મહત્ત્વનું એ છે કે, આ નિકાસ પેટે માત્ર એક જ અઠવાડિયામાં 5,368 કરોડ રૃપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. સાથે આ બેઠકમાં સંશોધિત ખર્ચા માટે 6,700 કરોડ રૃપિયાની મંજૂરી અપાઇ છે. જે અંતર્ગત 6 પૂર્વોત્તર રાજ્યમાં વિજળીના આધારભૂત માળખામાં સુધારાઓની કામગીરીને વિસ્તારવા માટે નિર્ણય લેવાયો છે. જેને કારણે આ રાજ્યોની વિજળી ક્ષમતામાં વધારો થશે. અને ખેતી, ઉદ્યોગ - ધંધાને આર્થિક વેગ મળશે. આ પરિષદમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સ્પેક્ટ્રમની હરાજીનો નિર્ણય લેવાયો હોવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે 2,251 મેગાહર્ટ્ઝ બેંડની હરાજી થશે. આ હરાજી માટે CCSએ નેશનલ સિક્યોરિટી ડાયરેક્ટિવ ઓન ટેલિકોમ્યુનિકેશન સેક્ટરને મંજૂરી આપી છે.