Skip to main content
Settings Settings for Dark

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન

Live TV

X
  • આજે બિહારના 16 જિલ્લાઓની 71 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થશે. આશરે 2 કરોડ 14 લાખ જેટલા મતદારો મતદાન કરશે. કોરોના કાળમાં નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પંચે દ્વારા શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી.

    બિહારમાં આજે વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહયું છે. રાજ્યના ૧૬ જીલ્લાની ૭૧ સીટો પર મતદાનની તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. પ્રથમ ચરણમાં લગભગ ૩૧ હજારથી વધુ મતદાન કેન્દ્રો પર 2 કરોડ 14 લાખ મતદાતાઓ તેમના કિંમતી મત આપશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મતદાતાઓની સુરક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પહેલા તબક્કામાં મગધની ૫૩ અને અંગ જીલ્લાની ૧૮ સીટો પર મતદાન શરુ થઇ ચુક્યું છે અને ચુંટણીના પરિણામો આવનારી ૧૦ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૭૧ સીટો પર મતદાન થશે. પ્રથમ ચરણમાં ભાજપ ૨૯, JDU ૩૫ અને હિન્દુસ્તાની આવામ મોરચા ૬ સીટો પરથી ચુંટણી લડી રહી છે. જયારે વિકાસ શીલ ઇન્સાન પાર્ટીએ પોતાના એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. જયારે મહાગઠબંધન માંથી RJDના ૪૨, કોંગ્રેસના ૨૧ અને CPIMLના ૮ ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. આ સિવાય LJP ૪૨, RLSP ૪૩ અને BSPના ૨૭ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. બીજા અને ત્રીજા તબક્કા નું અનુક્રમે ૯૪ અને ૭૮ સીટો પર ૩ અને ૭ નવેમ્બરના રોજ મતદાનનું આયોજન થશે. આ ઉપરાંત બિહાર ચુંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજથી જોરશોરથી શરુ થઇ ચુક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દરભંગા મુઝફ્ફરપુર અને રાજધાની પટનામાં 3 રેલીઓને સંબોધન કરશે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ પશ્ચિમ ચંપારણ તથા દરભંગામાં રેલીઓનું સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply