ભાજરતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે જશે
Live TV
-
હવે તમામ નેતાઓની નજર 13 મેના રોજ યોજાનાર ચોથા તબક્કાના મતદાન પર છે
ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટોચના નેતા અને સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રવાસે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે લોકસભા ચૂંટણીમાં 400 નો આંકડો પાર કરવાના પોતાના સંકલ્પને પૂરો કરવા માટે દેશમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લઈ રહ્યા છે. ભાજપે તેના X હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો ચૂંટણી કાર્યક્રમ શેર કર્યો છે.
બીજેપીના એક્સ હેન્ડલ મુજબ, વડાપ્રધાન મોદી આજે તેલંગાણામાં સૌપ્રથમ જનસભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા સવારે 9:30 વાગ્યે તેલંગાણાના કરીમનગરમાં રાજ રાજેશ્વરા સ્વામી મંદિરમાં પૂજા કરશે. આ પછી તેઓ 10 વાગ્યે કરીમ નગરમાં જનસભાને સંબોધિત કરશે. અહીંથી બપોરે 12 વાગ્યે વારંગલ પહોંચીશે. તેઓ વારંગલમાં એક વિશાળ જનસભાને સંબોધશે. ત્યાર બાદ તેઓ આંધ્રપ્રદેશ પહોંચશે. વડાપ્રધાન મોદી બપોરે 3:45 કલાકે આંધ્રપ્રદેશના રાજમપેટમાં જનસભાને સંબોધશે. સાંજે 7 કલાકે વિજયવાડામાં યોજાનાર રોડ શોમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું. હવે તમામ નેતાઓની નજર 13 મેના રોજ યોજાનાર ચોથા તબક્કાના મતદાન પર છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકોનો સમાવેશ થાય છે. આ રાજ્યો આંધ્ર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે.