ભારતીયો પર તેમની કથિત વાંધાજનક ટિપ્પણીઓને લઈને ભાજપે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાની નિંદા કરી
Live TV
-
ભારતીયો વિશેની કથિત વાંધાજનક ટિપ્પણીઓને લઈને ભાજપે આજે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાની ટીકા કરી હતી. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, શ્રી પિત્રોડાએ ભારતની સંસ્કૃતિ અને ઓળખ તેમજ દેશના લોકોનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે જેમ જેમ લોકસભાની ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ કોંગ્રેસ ખુલ્લી પડી રહી છે. સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની સમગ્ર વિચારધારા લોકોને વિભાજિત કરવાની છે.
પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે પિત્રોડાની ટિપ્પણી કોંગ્રેસની માનસિકતા છતી કરે છે. અગાઉ સામ પિત્રોડાએ દેશના વિવિધ ભાગોમાં આવેલા ભારતીયોની તુલના ચાઈનીઝ, આફ્રિકન, આરબ અને ગોરાઓ સાથે કરી હતી. દરમિયાન, કોંગ્રેસે સામ પિત્રોડાની ટિપ્પણીથી પોતાને દૂર રાખ્યા છે, અને કહ્યું છે કે ભારતની વિવિધતાને દર્શાવવા માટે તેમના દ્વારા દોરવામાં આવેલી સામ્યતાઓ સૌથી કમનસીબ અને અસ્વીકાર્ય છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પાર્ટીના મહાસચિવ, જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.