Skip to main content
Settings Settings for Dark

ભારત અને યુક્રેનના વિદેશ મંત્રીઓ બંને દેશના સંબંધો તેમજ પરસ્પર હિત મુદ્દે ચર્ચા કરશે

Live TV

X
  • યુક્રેનિયન વિદેશ મંત્રીની ભારત મુલાકાત :

    વિદેશ મંત્રી, એસ. જયશંકરે શુક્રવારે તેમના યુક્રેનિયન સમકક્ષ, વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા સાથે મુલાકાત કરશે, જેઓ ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, “હૈદરાબાદ હાઉસમાં FM @DmytroKulebaof યુક્રેનનું સ્વાગત છે.”

    ગુરુવારે, યુક્રેનના વિદેશ પ્રધાન, દિમિત્રો કુલેબા એસ. જયશંકરના આમંત્રણ પર બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત આવ્યા હતા. મંત્રી કુલેબાએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી વચ્ચેના સંવાદને આગળ ધપાવવાનું વિચારશે.

    કુલેબાએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મેં એસ. જયશંકરના આમંત્રણ પર નવી દિલ્હીની મારી મુલાકાત શરૂ કરી. યુક્રેનિયન-ભારત સહયોગ મહત્વપૂર્ણ છે અને અમે સંબંધોને પુનઃજીવિત કરીશું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેના સંવાદને આધારે, અમે શાંતિ સ્થાપવા પર વિશેષ ધ્યાન આપીશું." કુલેબાની મુલાકાત દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધો તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ અંગે ચર્ચા કરશે.

    વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી જયશંકર, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્રી સાથે દ્વિપક્ષીય ભાગીદારી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહકાર સંબંધિત બાબતોની ચર્ચા કરવા માટે પણ બેઠકો કરશે. કુલેબા ભારતના વેપારી સમુદાય સાથે પણ વાતચીત કરે તેવી અપેક્ષા છે.

    ટેલિફોનિક વાતચીત પછી સત્તાવાર બેઠક :

    આ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે 20 માર્ચે ટેલિફોનિક વાતચીતના દિવસો પછી આવી છે જેમાં બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુક્રેન ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply