લોકસભાની કામગીરી શાંતિપૂર્ણ રહી, ચેક બાઉન્સ કેસ અંગેનું બિલ પસાર
Live TV
-
લોકસભામાં ચેક બાઉન્સ કેસો અંગેનું બિલ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ અમેન્ડમેન્ટ બિલ સોમવારે પસાર થઈ ગયું છે.
લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલનો આશય કોલેજો અને યુનિવર્સિટીઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ સોમવારે લોકસભામાં રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ સંશોધન બિલ 2017ને પણ મંજૂરી આપી દેવામાં આવી હતી.
આ તરફ રાજ્યસભામા પણ અમુક અવરોધો બાદ કરતા સોમવારે શાંતિપૂર્ણ રીતે કામગીરી થઈ હતી. દરમ્યાન રાજ્યસભાના સભાપતિ એમ. વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે રાજ્યસભાના સભ્યો હવે નવી એપના માધ્યમથી ઓનલાઇન નોટીસ મોકલી શકે છે. જો કે તેમણે જણાવ્યું હતું કે કાગળમાં લખીને નોટીસ આપવાની પ્રથા પણ યથાવત રહેશે.
