Skip to main content
Settings Settings for Dark

શપથગ્રહણ સમારોહમાં BIMSTEC દેશના નેતાઓની રહેશે ઉપસ્થિત

Live TV

X
  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના, મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન મિંટ, નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી, ભૂટાનના પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરિંગ અને થાઇલેન્ડના વિશેષ દૂત ગ્રિસાદા બુરાચે પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજીવાર દેશના પ્રધાનમંત્રીનું સુકાની પદ સંભાળશે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , નરેન્દ્ર મોદી અને કેબિનેટના સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ત્યારે BIMSTEC દેશના નેતાઓની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી અને કિરગિસ્તાનના રાષ્ટ્રપતિ આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તમામ BIMSTEC દેશોના નેતાઓએ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટેની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના, મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન મિંટ, નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલી, ભૂટાનના પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરિંગ અને થાઇલેન્ડના વિશેષ દૂત ગ્રિસાદા બુરાચે પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહમાં આવનાર મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ લોકો માટે સાંજે નાસ્તાની સાથે રાત્રી ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply