14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામાં હુમલામાં શહિદોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
14 ફેબ્રુઆરી વર્ષ 2019 ના દિવસે CRPFના કાફલા પર હુમલો થયો હતો. CRPFનો કાફલો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી જઈ રહ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. આ કાફલાની પસાર થતી બસોમાં જવાનો સવાર હતા. જ્યારે આ કાફલો પુલવામા પહોંચ્યો ત્યારે બીજી બાજુથી એક કાર આવી અને કાફલાની બસને ટક્કર મારી. બસને ટક્કર મારનાર કારમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો હતો. આવી સ્થિતિમાં અથડામણ થતાં જ વિસ્ફોટ થયો હતો અને તેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા.આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા.
પ્રધાનમંત્રીએ આજના દિવસે એક વિશેષ ટ્વીટ કરીને પુલવામા શહીદોને યાદ કર્યા તેમણે કહ્યું કે, સમગ્ર દેશ આજે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે એ વીરોને યાદ કરી રહ્યો છું કે જેમને આપણે પુલવામા હુમલામાં ગુમાવ્યા છે. આપણે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહીં ભૂલાવી શકીએ. તેમનું સાહસ આપણને એક મજબૂત અને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે.
આજના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રીએ લખ્યું કે, ''પુલવામા આતંકી હુમલામાં શહીદ થનાર માઁ ભારતીના વીર જવાનોને વિનમ્ર શ્રદ્ધાંજલિ. દેશ તેમના બલિદાનનો સદૈવ ઋણી રહેશે. દેશની સુરક્ષા માટેની તેમની નિષ્ઠા, સાહસ અને શૌર્ય સૌ દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત બની રહેશે.''