AI આધારિત ડિજિટલ પરિવર્તનમાં ભારત વિશ્વ માટે ઉદાહરણ: ક્વોલકોમ
Live TV
-
નવી દિલ્હી: ટેક જગતની દિગ્ગજ કંપની ક્વોલકોમના ચીફ ઓપરેટિંગ ઓફિસર આકાશ પાલખીવાલાએ ભારતની તકનીકી પ્રગતિના ભારોભાર વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડિજિટલ બદલાવના મામલે ભારત હવે સમગ્ર વિશ્વ માટે એક આદર્શ મોડેલ બની ગયું છે.
ભારત હવે માત્ર ટેક કંપનીઓ માટે મોટું ગ્રાહક બજાર નથી રહ્યું, પરંતુ તે ડિજિટલ પરિવર્તનનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. દુનિયા જે ટેકનોલોજી લાગુ કરવાના પ્રયાસો કરી રહી છે, તે ભારતમાં અત્યારથી જ કાર્યરત જોવા મળે છે. આકાશ પાલખીવાલાના મતે, ભવિષ્યમાં લોકો અલગ-અલગ એપ્લિકેશન પર નિર્ભર રહેવાને બદલે સીધા જ 'ઇન્ટેલિજન્ટ AI આસિસ્ટન્ટ' સાથે વાત કરશે. મુસાફરીની ટિકિટ બુક કરાવવી કે હોટલ રિઝર્વેશન જેવા કામો માત્ર બોલીને જ થઈ શકશે.આ ટેકનોલોજી માત્ર સ્માર્ટફોન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેનો ઉપયોગ વાહનો, પહેરી શકાય તેવા ગેજેટ્સ (wearables) અને રોબોટિક્સમાં પણ કરવામાં આવશે.મેક ફોર ઇન્ડિયા: ક્વોલકોમ હવે ખાસ કરીને ભારતીય બજારને ધ્યાનમાં રાખીને ઉત્પાદનો તૈયાર કરી રહી છે અને ભારતમાં વિકસિત ટેકનોલોજીને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં આવી રહી છે.કંપની હાલમાં કનેક્ટેડ કમ્પ્યુટિંગ અને 'એજ એઆઈ' (Edge AI) જેવી આધુનિક તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ઓછા પાવરમાં વધુ કાર્યક્ષમતા આપશે.
