GUSEC દ્વારા હેબીટાટનું નિર્માણ, હેબીટાટ હાલ ઇન્ડિયન આર્મીને આપવામાં આવ્યું
Live TV
-
GUSEC દ્વારા એક હેબીટાટ બનાવામાં આવ્યું છે જેમાં, માઇનસ 35 થી 40 ડિગ્રીમાં પણ ઘર જેવા અનુકૂળ વાતાવરણનો અનુભવ થાય છે. આ હેબીટાટને હાલ ઇન્ડિયન આર્મીને આપવામાં આવ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ(GUSEC ) દ્વારા હેબીટાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હેબીટાટ હાલ ઇન્ડિયન આર્મીને આપવામાં આવ્યું છે, જે લેહ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. માઇનસ ૩૫ થી ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ ઘરમાં રહેતા હોય તેવો અનુભવ આ હેબીટાટમાં થાય છે. આ હેબીટાટ બનાવવામાં ફાઇબર અને કાર્બનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેબિટાટમાં સ્નો-ફોલ, સ્નો બાઈટથી બચી શકાય છે.
હેબિટાટને દરિયાકિનારે, રણ પ્રદેશ વગેરે જગ્યાએ પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, હેબિટાટ આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. ઇન્ડિયન આર્મી દ્વારા એક કરોડ દસ લાખનું અનુદાન પણ ગુજરાત યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે.
