Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ નાગરિકોને 'હર ઘર તિરંગા' અભિયાનને આગળ ધપાવવા હાકલ કરી, સ્વતંત્રતા દિવસના ભાષણ માટે માંગ્યા સૂચનો 

Live TV

X
  • PM નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 136મા એપિસોડમાં સંબોધન કર્યું. સંબોધન દરમિયાન તેમણે કહ્યું, "થોડા અઠવાડિયામાં આપણે આપણી સ્વતંત્રતાનો મહાન પર્વ પણ ઉજવીશું. 15 ઓગસ્ટ એ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. આ દિવસ એ અસંખ્ય નાયકોને યાદ કરવાનો છે જેમણે 'ભારત માતા'ની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું.

    સ્વતંત્રતા દિવસ નજીક આવતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને તેમના ભાષણ માટે વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. તેમણે આ વર્ષે પણ 'હર ઘર તિરંગા' અભિયાનની ભાવનાને અપ્રતિમ ઉત્સાહ અને ગર્વ સાથે આગળ ધપાવવા અપીલ કરી.

    PM નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 136મા એપિસોડમાં સંબોધન કર્યું. સંબોધન દરમિયાન તેમણે કહ્યું, "થોડા અઠવાડિયામાં આપણે આપણી સ્વતંત્રતાનો મહાન પર્વ પણ ઉજવીશું. 15 ઓગસ્ટ એ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. આ દિવસ એ અસંખ્ય નાયકોને યાદ કરવાનો છે જેમણે 'ભારત માતા'ની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. તેમના બલિદાન અને તપસ્યાને કારણે આજે આપણે આપણા હાથમાં ત્રિરંગો પકડીએ છીએ. આ ત્રિરંગો આપણા બંધારણના આદર્શો ધરાવે છે."

    તેમણે કહ્યું, "છેલ્લા કેટલાક વર્ષોમાં, 'હર ઘર તિરંગા' અભિયાને સમગ્ર દેશને એક અદ્ભુત ભાવનાથી જોડ્યો છે. ત્રિરંગાની ઉજવણી દરેક ઘર અને દરેક શેરીમાં દેખાય છે. આ વર્ષે પણ આપણે 'હર ઘર તિરંગા' અભિયાનને સંપૂર્ણ ઉત્સાહ સાથે આગળ ધપાવવું જોઈએ. આપણે આપણા ઘરો પર સંપૂર્ણ આદર સાથે ત્રિરંગો ફરકાવવો જોઈએ." વધુમાં તેમણે દેશવાસીઓને આમંત્રણ આપતા કહ્યું, "દર વર્ષે 15 ઓગસ્ટ પહેલા તમે મને ઘણા વિચારો અને સૂચનો મોકલો છો. આ વર્ષે પણ, કૃપા કરીને 'MyGov' પર તમારા વિચારો શેર કરો. હું તમારા સૂચનોની રાહ જોઉં છું."

    PM મોદીએ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામને પણ યાદ કર્યા. તેમણે કહ્યું, "27 જુલાઈએ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ છે. ડૉ. કલામના વ્યક્તિત્વમાં ઘણા પ્રેરણાદાયી પાસાઓ હતા, પરંતુ શિક્ષકની ભૂમિકા તેમના હૃદયની સૌથી નજીક હતી. તેમણે બાળકો અને યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરણા આપી."

    તેમણે કહ્યું, "યોગાનુયોગ આ અઠવાડિયે આપણે 'ગુરુ પૂર્ણિમા'નો પવિત્ર તહેવાર ઉજવીશું. આપણા માતાપિતા આપણા પ્રથમ ગુરુ છે. શાળાના શિક્ષકો આપણને મૂળાક્ષરો શીખવે છે. ગુરુ પૂર્ણિમા એ આવા બધા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. હું દેશના તમામ શિક્ષકો અને વડીલોને મારા આદરપૂર્વક પ્રણામ કરું છું."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
apply