Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 28-05-2018

Live TV

X
Gujarati

1. ધોરણ 10 ગુજરાત માધ્યમિક બોર્ડની પરિક્ષાનું 67.50 ટકા પરિણામ જાહેર - દીકરીઓએ બાજી મારી - આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર રહ્યું નીચું - શહેરી વિસ્તારમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા થઈ બમણી.

2. એકાગ્રતા અને દૃઢ મનોબળ થકી વિદ્યાર્થીઓએ મેળવ્યું સારૂ પરિણામ - સફાઈ સેવકના દિકરાએ હાથ ગુમાવ્યા છતાં , રાઇટરની મદદ વગર પરીક્ષા આપી મેળવ્યા , 98.53 પર્સનટાઇલ - તો સામાન્ય રીક્ષા ચાલકના પુત્રએ ટ્યૂશન વગર મેળવ્યા 91.5 ટકા.

3. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી કરી જાહેર- પાવર ગ્રીડની જેમ હવે તૈયાર થશે વોટર ગ્રીડ - સુજલામ સુફલામ યોજના અંતર્ગત વીડિયો કોન્ફરન્સથી , ખેડૂતો સાથે સીધો સંવાદ કરતાં મુખ્યમંત્રી.

4. મોદી સરકારના સફળતાની ચાર વર્ષ - મહેસાણા સહિત કેન્દ્ર શાસિત દમણ, દીવમાં બે-ઘરોને મળ્યા ઘર - આ યોજના થકી આદિવાસીઓની બદલાઈ જીવન શૈલી - દરેક જિલ્લામાં લગભગ બે હજાર ગરીબોને મળ્યા છે ઘર - ગુજરાતમાં આવાસ યોજના રહી હીટ.

5. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી સેનાનો ભાગ બનવા , યુવાનોમાં જોવા મળી તાલાવેલી - યુવાનોની રોજગારી માટે ગોધરામાં થયું ભરતી મેળાનું આયોજન - 38 હજારથી વધુ યુવાનોએ લીધો ભાગ - પ્રોત્સાહનના ભાગરૂપે આપવામાં આવી , રહેવા, જમવાની સુવિધાઓ.

6. અથાગ મહેનત, કઠીન પરિસ્થિતિનો સામનો કરી એવરેસ્ટ શિખર સર કરતા અરવલ્લીના મેહૂલ જોષી - સમાજ, ગામ, અને પરિવારજનોમાં આનંદનો માહોલ - એવરેસ્ટ શિખર સર કરનારાઓમાં , વધુ એક સાહસ વીરનો થયો ઉમેરો.

7.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજજ્વલા યોજનાના લાભાર્થીઓ સાથે નમો એપના માધ્યમથી કર્યો સીધો સંવાદ - પ્રદૂષણ રહિત વાતાવરણ અને ધુમાડામુક્ત રસોડાની સુવિધાથી મહિલાઓએ વ્યક્ત કરી ખુશી

8. કેન્દ્ર સરકારની ચાર વર્ષની ઉપલબ્ધી પર સુષ્મા સ્વરાજની પત્રકાર પરિષદ - આતંકવાદ અને વાતચીત એક સમયે નહીં - પાકિસ્તાન સાથે વાતચીત માટે સમય યોગ્ય નહીં હોવાનું જણાવતા વિદેશમંત્રી - ચીન મામલે ડોકલામ પર સ્થિતિ રહેશે યથાવત

9. રાજ્યમાં ગરમીના પ્રકોપ બાદ ગુજરાતીઓના મળ્યા ખુશીના સમાચાર - આગામી ત્રણ દિવસોમાં થશે ગરમીમાં ઘટાડો - 30થી પહેલી સુધી અનુભવાશે ભેજવાળું વાતાવરણ - કેરળમાં ચોમાસું બેસતા હવામાન વિભાગની આગાહી 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply